Tractor Loan Sahay Yojana । ટ્રેક્ટર લોન સહાય યોજના

ટ્રેકટર લોન યોજના 2023 | Tractor Loan Yojana 2023 : ગુજરાત આદિજાતિ વિકાસ નિગમ દ્વારા વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે. આ નિગમની સ્થાપના વનબંધુઓના કલ્યાણ માટે કરવામાં આવેલ હતી.

ટ્રેક્ટર લોન સહાય યોજના : જે ગુજરાતના જંગલ વિસ્તારમાં કે રાજ્યમાં કોઈપણ જગ્યાએ વસતા આદિજાતિના નાગરિકોને આત્મનિર્ભર બનવા માટે લોન યોજનાઓ આપવામાં આવે છે. આ આર્ટિકલ દ્વારા અનુસૂચિત જન જાતિના નાગરિકો NSTFDC દ્વારા આપવામાં ટ્રેકટર પર લોન વિશે વિગતવાર માહિતી મેળવીશું. શું છે આ Tractor Loan Sahay Yojana? આ યોજનામાં અરજી કેવી રીતે કરવી? તેની વિગતવાર માહિતી આજના આ આર્ટીકલમાં આપણે મેળવીશું.

Buy Farm Tractor | Price & Specifications | John Deere India

ગુજરાતના અનુસુચિત જન જાતિના નાગરિકોને લાભ આપવા માટે Adijati Vibhag બનાવવામાં આવ્યો છે. આ વિભાગ દ્વારા અનેક યોજના ચલાવવામાં આવે છે. જેમાં ટ્રેક્ટર લોન યોજનાનો સમાવેશ થાય છે. આ યોજના દ્વારા ખેતીકામ કરતા ખેડૂત ભાઈઓને ટ્રેક્ટરની ખરીદી માટે ધિરાણ પૂરી પાડવામાં આવશે. આ યોજના માટે ઓનલાઈન અરજીએ Adijati Gujarat Website પર કરવાની રહેશે.

આર્ટિકલનું નામ Tractor Loan Sahay Yojana
આર્ટિકલની ભાષા ગુજરાતી અને અંગ્રેજી
યોજનાનો ઉદ્દેશ આદિજાતિના ઇસમોની આર્થીક સ્થિતિ સારી ન હોવાને કારણે તેમ જ ખૂબ નબળી હોવાને કારણે બેન્કો તેમજ અન્ય સંસ્થાઓ પાસેથી ઊંચા વ્યાજના દરે લોન લેવામાં મુશ્કેલી પડતી હોવાથી આદિજાતિના લાભાર્થીને NSTFDC ની ટ્રેકટર યોજના હેઠળ લોન આપવાથી જીવન ધોરણ ઉચું લાવી શકે અને પગભર થઇ શકે.
ક્યા લાભાર્થીઓને આ લોન મળશે? ગુજરાતના એસ.ટી (ST) ના નાગરિકો
યોજના હેઠળ લોનની રકમ કેટલી મળશે? આ યોજના હેઠળ લાભાર્થી ને 6 લાખ સુધીની લોન આપવામાં આવે છે.
લોન પર વ્યાજદર કેટલો લાગશે? વાર્ષિક 6% તેમજ વિલંબિત ચૂકવણી માટે વધારાના 2.50% દંડનીય વ્યાજ ચુકવવાનું રહેશે.
લોન માટે ક્યાં-ક્યાં જોઈએ? આ યોજના માટે જે ડોક્યુમેન્‍ટ જોઈએ તેની માહિતી અહિં ક્લિક કરો.

 

ટ્રેક્ટર લોન યોજના માટેની પાત્રતા

  • કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000/- તથા શહેરી વિસ્તાર માટે 1,50,000/- ની આવક ધરાવતા હોય એમને આ યોજનાનો લાભ મળશે.
  • લાભાર્થી પાસે આધારકાર્ડ હોવું જોઇએ.
  • લાભાર્થી પાસે ચૂંટણીકાર્ડ પણ હોવું જોઈએ.
  • લાભાર્થી ગુજરાતનો રહેવાસી હોવો જોઇએ.
  • લાભાર્થી પાસે વાહન ચલાવવા અંગેનું પાકુ લાયસન્સ હોવું જોઇશે.

ટ્રેક્ટર માટેની લોન યોજનામાં વ્યાજદર અને ફાળો 

  • લાભાર્થીને રૂપિયા 6 લાખ નું ધિરાણ મળશે.
  • લાભાર્થીઓએ આ ધિરાણ મેળવવા કુલ ધિરાણના 5% પ્રમાણે ફાળો ભરવાનો રહેશે.
  • આ ધિરાણ વાર્ષિક 6 ટકાના દરે ભરવાનું રહેશે.
  • ટ્રેક્ટર માટેની લોન હેઠળ જો લોન પરત ચૂકવવામાં વિલંબિત થશે તો 2.50 % દંડનીય રહેશે.
  • આ લોનની પરત ચુકવણી 20 ત્રિમાસિક હપ્તામાં કરવાની રહેશે.
  • આ લોન માટે અરજદાર પાસે સગવડ હોય તો અરજદાર લોન લીધા બાદ નિયત સમય કરતા પહેલાં પણ લોનની ભરપાઈ કરી શકે છે.

ટ્રેક્ટર લોન યોજના હેઠળ મળવાપાત્ર ધિરાણ

Tribal Development Department Gujarat દ્વારા Schedule Tribal ના લોકોને આપવામાં આવે છે. આ યોજના હેઠળ કુલ રૂપિયા 6,00,000/- સુધી લોન આપવામાં આવે છે. જેમાં લાભાર્થીએ કુલ ધિરાણના 5% લેખે લાભાર્થીએ ફાળો આપવાનો હોય છે

આ યોજના માટે મળતી લોનનો વ્યાજદર

આદિજાતિ નિગમ દ્વારા અનુસૂચિત જન જાતિઓને લોન આપવામાં આવે છે. જેના પર વાર્ષિક 6 % ના વ્યાજદર સાથે લોન મળશે.

  • લાભાર્થી દ્વારા લીધેલી લોન 20 ત્રિમાસિક હપ્તામાં વ્યાજ સાથે ભરવાની રહેશે
  • લાભાર્થી દ્વારા મેળવેલ લોન પરત ભરવામાં વિલંબિત થશે તો વધારાના 2.50 % દંડનીય વ્યાજ સાથે ચૂકવવાનું રહેશે.

યોજનાનો લાભ લેવા માટે જરૂરી આધાર પુરાવા

Adijati Nigam દ્વારા વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ માટે લોન લેવા માટે નીતિ-નિયમો નક્કી કરેલા છે. આ લોન યોજનાનો લેવા માટે કેટલાક ડોક્યુમેન્‍ટ નિર્ધારિત થયેલા છે જે નીચે મુજબ છે

  • ગુજરાતના અનુસુચિત જન જાતિ અંગેનું પ્રમાણપત્ર (મામલતદારશ્રી / સમાજ કલ્યાણ અધિકારી અથવા સક્ષ્મ અધિકારીશ્રીનો દાખલો)
  • રેશન કાર્ડની નકલ
  • બેંક ખાતાની પાસબુક
  • ઓનલાઈન એપ્લીકેશન અરજી
  • આધાર કાર્ડની નકલ
  • અરજદારે રજૂ કરેલ મિલકતનો પુરાવો (જેમાં જમીનના 7/12 તથા 8-અ અથવા મકાનના દસ્તાવેજ અને પ્રોપર્ટી કાર્ડ જે તાજેતરનો તથા બોજા વગરનો
  • જામીનદાર-1 ના 7/12 તથા 8-અ અથવા મકાન ના દસ્તાવેજ અને પ્રોપર્ટી કાર્ડ
  • જામીનદાર-2 ના 7/12 તથા 8-અ અથવા મકાન ના દસ્તાવેજ અને પ્રોપર્ટી કાર્ડ
  • ધંધાનાં સ્થળ તરીકે દુકાન પોતાની/ભાડાની હોય તો તેની વિગતો જો ભાડાની દુકાન હોય તો ભાડા કરાર
  • જામીનદાર-1 નો રજુ કરેલ મિલકત અંગેના સરકાર માન્ય વેલ્યુઅર વેલ્યુએશન રિપોર્ટ
  • જામીનદાર-2 નો રજુ કરેલ મિલકત અંગેના સરકાર માન્ય વેલ્યુઅર વેલ્યુએશન રિપોર્ટ
  • જામીનદારોએ રૂ. 20/- ના સ્ટેમ્પ પેપર પર એફીડેવીટ કરેલ સોંગંદનામું
  • નિયત થયેલ ડ્રાઇવિંગ લાઇસન્સ
  • રજુ કરેલ મિલકત અંગેના સરકાર માન્ય વેલ્યુઅર વેલ્યુએશન રિપોર્ટ

How To Online Apply Tractor Loan Sahay Yojana

  • Google Search જઈને “Adijati Nigam Gujarat Type કરવાનું રહેશે.
  • જેમાં Adijati Vikas Vibhag ગુજરાત” ની અધિકૃત વેબસાઈટ ખૂલશે.
  • હવે તમને હોમ પેજ પર Apply for Loan નામનું બટન દેખાશે, જેના પર ક્લિક કરવાનું રહેશે.
  • બટન પર Click કર્યા બાદ “Gujarat Tribal Development Corporation” નામનું નવું Page ખૂલશે.
  • જેમાં તમારા દ્વારા પ્રથમ વખત જ “Loan Apply” કરતા હશો તો “”Sing Up” પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે તમારે Personal ID બનાવવા માટે વ્યક્તિગત માહિતી ભરવાની રહેશે.
  • તમામ વ્યક્તિગત માહિતી ભર્યા બાદ captcha code નાખ્યા બાદ “Sing Up” બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • તમે Personal Login બનાવ્યા પછી “Login here” માં પોતાના Login ID અને Password નાખી Login In કરવાનું રહેશે.
  • તમે પોતાનું વ્યક્તિગત page લોગીન કર્યા બાદ “My Applications” માં “Apply Now” કરવાનું રહેશે.
  • Apply Now પર Click કર્યા બાદ ઘણી બધી યોજનાઓ ઓનલાઈન બતાવશે. જેમાં “Self Employment” બટન પર ક્લિક કરો.
  • હવે તમારા દ્વારા “Self Employment” પર ક્લિક કર્યા પછી આપેલી શરતોને ધ્યાનપૂર્વક વાંચવાની રહેશે. જેને વાંચીને “Apply Now” ક્લિક કરવાનું રહેશે.

My Application

  • Apply Now કર્યા બાદ તમારે “”My Application” પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે તમારે અરજદારની INFORMATION, અરજીની વિગત, અરજદારની મિલ્કત અંગે ની વિગત તથા લોનની વિગતો ભરવાની રહેશે.
  • લાભાર્થીએ પોતાની અરજદારની Information ઓનલાઈન ભરતી વખતે અરજીની વિગતો, અરજદારની મિલકતની વિગતો, લોનની વિગતો, જામીનદારની વિગતો વગેરે નાખવાની રહેશે.
  • જેમાં યોજનાની પસંદગીમાં “ટ્રેક્ટર માટેની લોન યોજના” પસંદ કરીને તેની આગળની કોલમમાં લોનની રકમ ભરવાની રહેશે.
  • તમે નક્કી કરેલા જામીનદારની મિલકતની વિગત, બેંક એકાઉન્‍ટની વિગત, અન્ય માંગ્યા મુજબના Document અપલોડ કરવાના રહેશે.
  • તમામ વિગતો ઓનલાઈન ભર્યા બાદ ફરીથી એકવાર ચકાસણી કરીને એપ્લિકેશન સેવ કરવાની રહેશે.
  • છેલ્લે, કન્‍ફર્મ કરેલી અરજીનો એપ્લિકેશનનો નંબર જનરેટ થશે. જેની પ્રિન્‍ટ લઈને સાચવી રાખવાની રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *