પાલક માતા પિતા યોજના | Palak Mata Pita Yojana 2023

Under Palak Mata Pita Yojana, the shelter will be provided to children | CMO Gujarat

પાલક માતા પિતા યોજના નો લાભ કોને મળશે ? કેવી રીતે લાભ મેળવી શકાશે? ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ ની જરૂર પડે?  કેટલો લાભ એટલે કે સહાય મળે? તેની વિગતે માહિતી આ આર્ટિકલમાં આપવામાં આવી છે. 

ગુજરાત રાજ્યમાં અનાથ, નિરાધાર બાળકો માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ ચાલે છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળ Director Social Defense ચાલે છે. જેના અનાથ બાળકો માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે. જેના દ્વારા “અનાથ બાળકો માટે પાલક માતા- પિતા યોજના” અમલીકૃત કરવામાં આવેલ છે. અનાથ બાળકોને દર મહિને રૂ. 3000/- ની સહાય આપવામાં આવે છે. લાભાર્થી બાળકોના બેક એકાઉન્‍ટમાં DBT મારફતે સહાયની રકમ ચૂકવાય છે.

પાલક માતા પિતા યોજના યોજના 2016માં લાગુ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ, ગુજરાતના તમામ અનાથ બાળકો, 18 વર્ષ સુધીના, લાભ મેળવવા માટે હકદાર બનશે. જે બાળકોના પિતા મૃત્યુ પામ્યા છે અને માતાએ ફરીથી લગ્ન કર્યા છે, તેઓએ માતાના પુનઃલગ્નનું લગ્ન પ્રમાણપત્ર રજૂ કરવું પડશે.

 

 

પાલક માતા પિતા યોજના, અનાથ બાળકોની સંભાળ રાખતા પાલક માતાપિતા અથવા નજીકના સંબંધીઓને 3,000 રૂપિયાની માસિક સહાયની રકમ આપવામાં આવે છે.

Palak Mata Pita Yojana, પાલક માતા-પિતાની વાર્ષિક આવક ગ્રામીણ વિસ્તરણમાં 27,000 રૂપિયા અને શહેરી વિસ્તરણમાં 36,000 રૂપિયાથી વધુ હોવી જોઈએ.

યોજનાં નું નામ પાલક માતા પિતા યોજના ગુજરાત
સહાય બાળક ના ખાતા મા દર મહિને ૩૦૦૦ રૂપિયા સરકાર દ્વારા આપવામા આવે છે.
રાજ્ય ગુજરાત
ઉદ્દેશ રાજ્ય નાં નિરાધાર અને અનાથ બાળકો નો તમામ ક્ષેત્રે વિકાસ થાય તે હેતુ થી.
લાભાર્થી ગુજરાત રાજ્ય ના અનાથ,નિરાધાર,માતાપિતા નાં હોઈ તેવા તમામ બાળકો.
અરજી નો પ્રકાર ઓનલાઈન
સત્તાવાર વેબસાઈટ  અહીંયા ક્લિક કરો
હોમપેજ  અહીંયા ક્લિક કરો

પાલક માતા-પિતા યોજના માટેની પાત્રતા

    • જે બાળક કે જેના માતા અને પિતા બંને મૃત્યુ પામ્યા છે અથવા જેના પિતા મૃત્યુ પામ્યા છે અને જેના માતાએ ફરીથી લગ્ન કર્યા છે તેવા અભ્યાસ કરતાં અનાથ બાળકોની સંભાળ રાખતા નજીકના સગા,વાલી કે સંબંધીને માસિક રૂ.3000/- સહાય પેટેચુકવવામાં આવેછે. આ પાલક માતા પિતા યોજના સહાય DBT થી ચુકવવામાં આવે છે.
    • પાલક માતા-પિતા યોજનામાં 0 થી 18 વર્ષની વયના બાળકોને આવરી લેવામાં આવ્યા છે જેમના માતાપિતા હયાત નથી અથવા જેમના પિતાનું અવસાન થયું છે અને જેમની માતાએ ફરીથી લગ્ન કર્યા છે.
    • પાલક માતા-પિતાની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તારમાં રૂ. 27000/- થી વધારે તથા શહેરી વિસ્તારમાં રૂ. 36000/- થી વધારે હોવાનો મામલતરદારશ્રીનો દાખલો અરજી સાથે રજુ કરવાનો રહે છે.
    • પાલક માતા-પિતાએ ઉછેર માટે લીધેલ ૦૩ થી ૦૬ વર્ષની ઉંમરના બાળકોને આંગણવાડીમાં પ્રવેશ અપાવવાનો છે અને ૦૬ વર્ષથી મોટી ઉંમરના બાળકોને ફરજિયાત શાળાનું શિક્ષણ આપવાનું રહે છે.
    • અરજદારના વાલીએ શાળા / સંસ્થાનું પ્રમાણપત્ર રજૂ કરવું પડશે કે દર વર્ષે અભ્યાસ ચાલુ છે.

Palak Mata Pita Yojana Document

Palak Mata Pita Yojana Required Document નીચે મુજબ નક્કી થયેલા છે.

  • બાળકનો જન્મનો દાખલો અથવા શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (L.C)
  • બાળકના માતા-પિતાના મરણના દાખલાની પ્રમાણિત નકલ બિડવાનું રહેશે.
  • જો બાળકના પિતા મરણ પામેલા હોય અને માતાએ પુન:લગ્ન કરેલ હોય તે કિસ્સામાં માતાનું પુન:લગ્ન કરેલ હોય તે અંગેનું સોગંદનામું/ લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર / તલાટી કમ મંત્રીનો દાખલો પૈકી કોઈપણ એક દસ્તાવેજ
  • માતાએ પુન:લગ્ન કરેલાનો પુરાવો
  • આવકના દાખલાની નકલ (Income Certificate)
  • બાળક શિષ્યવૃતિનું બેંક એકાઉન્‍ટની પાસબુક
  • બાળક અને પાલક માતા-પિતાના સંયુક્ત બેંક ખાતાની પાસબુકની પ્રમાણિત નકલ
  • બાળકના આધારકાર્ડની નકલ
  • પાલક માતા-પિતાના રેશનકાર્ડની નકલ
  • બાળક હાલમાં જે ધોરણમાં અભ્યાસ કરતો હોય તેના પ્રમાણપત્રની નકલ
  • પાલક માતા-પિતાના આધારકાર્ડની નકલ

આ યોજનાનું અમલીકરણ કોણ કરે છે?

       ગુજરાત રાજ્ય કક્ષાએ નિયામક સમાજ સુરક્ષા દ્વારા આ યોજનાનું અમલીકરણ થાય છે. પરંતુ જિલ્લા કક્ષાએ ‘જિલ્લા બાળ સુરક્ષા એકમ હેઠળ કામગીરી થાય છે. જે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરી” હેઠળ આવેલી છે.

        Palak Mata Pita Yojana Details ને ધ્યાનમાં લઈને સહાય મંજુર કરવાની પ્રક્રિયા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની અધ્યક્ષ સ્થાને થાય છે. જે માટે સ્પોન્‍સરશીપ એન્‍ડ પોસ્ટલ કેર એપ્રુવલ સમિતી (SFCAS) દ્વારા મંજુર-નામંજુર કરવામાં છે. સરકારીશ્રી દ્વારા નક્કી કરેલા નિયમોનુસાર પાત્રતા ધરાવતાં બાળકોની “Mata Pita Palak Yojana in Gujarati” નો લાભ આપવામાં આવે છે.

પાલક માતા-પિતા યોજના માટે અરજી ક્યાં કરવી ??

        આ યોજના Director Social Defense (નિયામક સમાજ સુરક્ષા) દ્વારા ચાલે છે. આ યોજનાનો લાભ લેવા માટે આ કચેરી ખાતે અરજી કરવાની હોય છે. વધુમાં ઓનલાઈન પણ એપ્લિકેશન e-samaj kalyan Portal Registration પર કરી શકો છો.

ઓનલાઈન પાલક માતા પિતા યોજના કેવી રીતે અરજી કરવી ??

આ યોજનાની ઓનલાઇન અરજી E Samaj Kalyan Portal કરવાની હોય છે. પાલક માતા-પિતા યોજનાની ઓનલાઇન અરજી કેવી રીતે કરવી તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવીશું.

  • સૌપ્રથમ Google માં e Samaj Kakyan Portal ટાઈપ કરવાનું રહેશે.
  • જેમાં ઈ સમાજ કલ્યાણ પોર્ટલની ઓફિશિયલ વેબસાઈટ ખુલશે.
  • ત્યારબાદ Home Page પર “Director Social Defense” પર ક્લિક કરવાનું રહેશે.
  • જેમાં નંબર-2 પર “પાલક માતા-પિતા યોજના” પર ક્લિક કરીને સંપૂર્ણ માહિતી વાંચી લેવાની રહેશે.
  • ઈ-સમાજ કલ્યાણ પર જો user ન બનાવેલ હોય તો “Please Register Here!” ક્લિક કરવાનું રહેશે.
  • ત્યારબાદ citizen login બન્યા બાદ User Id, Password અને Captcha Code નાખીને Login કરવાનું રહેશે.
  • લોગીન કર્યા બાદ એમાં “નિયામક સમાજ સુરક્ષા” ટેબલમાં આપેલા “Palak Mata-Pita Yojana” પર ક્લિક કરો.
  • જેમાં વ્યક્તિગત માહિતી, બાળકની માહિતી, બાળકના સગાં ભાઈ બહેનની માહિતી વગેરે ભરવાની રહેશે.
  • ત્યારબાદ માંગ્યા મુજબના ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
  • ત્યારબાદ એકરાર ફોર્મ ભરીને અરજીને સેવ અને confirm કરવાની રહેશે.

પૂછાતા પ્રશ્નો FAQ

1. નિરાધાર બાળકો યોજના તરીકે કઈ યોજના બહાર પાડેલી છે?

>> રાજ્યના નિરાધાર બાળકો યોજના તરીકે “પાલક માતા પિતા યોજના” બહાર પાડેલી છે.

2. Palak માતા પિતા ક્યા વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે?

>> આ યોજના નિયામક સમાજ સુરક્ષા વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે.

3. Palak Mata-Pita Yojana 2023 માટે જિલ્લા કક્ષાએ કઈ કચેરી સંપર્ક કરવાનો હોય છે?

>> પાલક માતા-પિતા યોજના માટે જિલ્લા કક્ષાએ જિલ્લા બાળ સુરક્ષા એકમનો સંપર્ક કરવાનો રહેશે.

4. અનાથ બાળકોને પાલક માતા-પિતા યોજનામાં કેટલી સહાય આપવામાં આવે છે?

>> નિરાધાર અને અનાથ થયેલા બાળકોની સાર-સંભાળ માટે બાળકોના એકાઉન્‍ટમાં દર મહિને 3000/- ની સહાય આપવામાં આવે છે

5. પાલક પિતા-માતા યોજનાનો લાભ માટે કેવી રીતે અરજી કરવાની હોય છે?

>> આ યોજનાનો લાભ લેવા માટે ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ પરથી ઓનલાઇન અરજી કરવાની હોય છે.