rajkot news
વાવાઝોડા પહેલા વરસાદ તૂટી પડ્યો, છેલ્લા 24 કલાકમાં 95 તાલુકામાં વરસાદ ખાબક્યો, સૌથી વધુ ખંભાળીયામાં 5 ઇંચ પડ્યો
આ વાવાઝોડું ખૂબ જ ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે, જેની ચેતવણી હવામાન વિભાગ દ્વારા સતત આપવામાં આવી રહી છે.


ચક્રવાત બિપરજોયને લઈને ગુજરાતમાં હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. એવી આશંકા છે કે અરબી સમુદ્રમાંથી આવતું આ વાવાઝોડું થોડા દિવસોમાં ગુજરાતમાં લેન્ડફોલ કરશે. આ વાવાઝોડું ખૂબ જ ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે, જેની ચેતવણી હવામાન વિભાગ દ્વારા સતત આપવામાં આવી રહી છે. વાવાઝોડાને પગલે ગુજરાતના અનેક ભાગમાં ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતના વરસાદના આંકડા જાહેર કરવામાં આવ્યા છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 95 તાલુકામાં વરસાદ પડ્યો છે. જ્યારે 24 કલાકમાં રાજ્યના 29 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ ખંભાળીયા તાલુકામાં 5 ઈંચ વરસાદ પડ્યો છે, દ્વારકા તાલુકામાં ચાર, તો કલ્યાણપુરમાં ત્રણ ઈંચ વરસાદ પડ્યો છે.
છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો
છેલ્લા 24 કલાકમાં ઉપલેટાના જામજોધપુરમાં પોણા ત્રણ ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં મેંદરડામાં અઢી ઈંચ વરસાદ
જૂનાગઢ તાલુકામાં અઢી ઈંચ વરસાદ
પોરબંદર, વંથલી અને કચ્છના માંડવીમાં બે બે ઈંચ વરસાદ
સાવરકુંડલા, ભાણવડ, જૂનાગઢ શહેરમાં પોણા બે ઈંચ વરસાદ
ખાંભા, લાલપુર, ધોરાજીમાં પોણા બે ઈંચ વરસાદ
માળીયા હાટીના, ભેંસાણમાં દોઢ દોઢ ઈંચ વરસાદ
તાલાલા, વિસાવદરમાં દોઢ દોઢ ઈંચ વરસાદ
જામકંડોરણા, વેરાવળ, કેશોદમાં દોઢ દોઢ ઈંચ વરસાદ
ગીર ગઢડા, કુતિયાણામાં સવા ઈંચ વરસાદ
રાણાવાવ, રાજુલામાં સવા ઈંચ વરસાદ
માણાવદર, કાલાવડમાં એક એક ઈંચ વરસાદ
ઉના, વાંકાનેર, નખત્રાણામાં એક એક ઈંચ વરસાદ
અબડાસા, જામનગર, ગોંડલમાં એક એક ઈંચ વરસાદ
ભારે વરસાદની ચેતવણી:
14મી જૂને સૌરાષ્ટ્ર અને કચ્છના કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢ અને મોરબી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ સાથે મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અને છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદની સંભાવના છે.
થોડા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ સાથે વરસાદની તીવ્રતા વધશે અને કચ્છ, દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના છે અને પોરબંદર, રાજકોટ, મોરબી અને કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડશે. 15મી જૂનના રોજ ગુજરાતના જૂનાગઢ જિલ્લાઓ અને સૌરાષ્ટ્રના બાકીના જિલ્લાઓ અને ઉત્તર ગુજરાત પ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.
16મી જૂને ઉત્તર ગુજરાત અને તેની નજીકના દક્ષિણ રાજસ્થાનમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ સાથે મોટાભાગના સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ.
આગામી ચાર દિવસ વાવાઝોડાની સ્થિતિ શુ રહેશે ??
બુધવાર, 14 જુન
આજે કચ્છ, દ્વારકા, જામનગર, પોરબંદર અને મોરબીમાં અતિભારે વરસાદની આગાહી છે. ભરૂચ, સુરત, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ભારે વરસાદ પડશે. તો અન્ય વિસ્તારોમાં પણ હળવો વરસાદ પડશે. પવનની ગતિની વાત કરીએ તો પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, વડોદરા, પંચમહાલ, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી ને ડાંગમાં 40 થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાશે. અમદાવાદ, ખેડા, આણંદ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદા, ભાવનગર અને અમરેલીમાં 60 થી 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે. આ સિવાય દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, પોરબંરદ, જુનાગઢ, ગીર સોમનાથ ને કચ્છમાં 75 થી 85 કિમી સુધીનો પવન ફૂંકાવાની આગાહી છે.
ગુરુવાર, 15 જુન
કચ્છ, જામનગર, દ્વારકા, રાજકોટ, પોરબંદર, જુનાગઢ અને મોરબીમાં અતિભારે વરસાદ પડશે. જ્યારે બનાસકાંઠા પાટણ, મહેસાણા, સાબરકાઠા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડમાં ભારે વરસાદ પડશે. પવન ફૂંકાવાની જે આગાહી કરાઈ છે તેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા સાબરકાઠા, ગાંધીનગર, અવલી, ખેડા મહિસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગમાં ૪૦થી ૫૦ કિમીની ઝડપે પવન ફૂંકાશે અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર અને અમરેલીમાં ૫૦થી ૬૦ કિમીની ઝડપે પવન ફૂંકાશે. જુનાગઢ અને ગીર સોમનાથમાં ૬૦થી ૮૦ કિમીની ઝડપે જ્યારે રાજકોટ અને પોરબંદરમાં ૮૦થી ૧૦૦ કિમીની ઝડપે પવન ફૂંકાશે. મોરબીમાં 120 કિમી સુધી અને દ્વારકા, જામનગર અને કચ્છમાં 135 કિમી સુધીનો પવન ફૂંકાશે.
શુક્રવાર, 16 જુન
બનાસકાંઠા, પાટણ, કચ્છ, મહેસાણા અને સાબરકાંઠા અને મોરબીમાં અતિભારે વરસાદ પડશે જ્યારે ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ અને આણંદ તેમજ સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, જુનાગઢ, દ્વારકા અને ગીર સોમનાથમાં ભારે વરસાદ પડશે પવન ફૂંકાવાની આગાહી પર નજર કરીએ તો સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહિસાગર, ખેડા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, આણંદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં ૫૦ કિમી સુધી પવન ફૂંકાશે. કચ્છ, મોરબી, જામનગર, દેવભુમિ દ્વારકા, બનાસકાંઠા, મહેસાણા, પાટણ અને સાબરકાઠામાં ૬૫ કિમી સુધીનો પવન ફૂંકાવાની આગાહી છે.
શનિવાર, 17 જુન
બનાસકાંઠા અને સાબરકાંઠામાં અતિભારે વરસાદ આવશે. જ્યારે પાટણ, મહેસાણા, ગાંધીનગર અવલ્લી અને ગીર સોમનાથમાં ભારે વરસાદ પડશે. પવનની વાત કરીએ તો અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, મહિસાગર, પંચમહાલ, આણંદ, વડોદરા, દાહોડ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, ગીર સોમનાથ, જુનાગઢ અને પોરબંદરમાં પ્રતિક્લાકે ૪૦થી ૫૦ કિમીની ઝડપે પવન ફૂંકાશે. બનાસકાઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં ૫૫થી ૬૫ કિમીની ઝડપે જ્યારે દ્વારકા, જામનગર, મોરબી અને કચ્છમાં ૬૦ કિમીની ઝડપે પવન ફૂંકાશે.