Gujarat Agricultural Land Rule : શું તમે જાણો છો ? ગુજરાત માં બદલાઈ રહ્યો છે ખેતીની જમીનના ખરીદ વેચાણ નો કાયદો જાણો કોને થશે મોટો લાભ 2024 today

Gujarat Agricultural Land Rule : ગુજરાતમાં જમીન કાયદા અંગે ગણોતધારામાં ફેરફાર થઈ રહ્યાં છે.  નિવૃત્ત આઈએએસ મીણાના અધ્યક્ષપદે ચાર મહેસૂલી અધિકારીઓની કમિટી કાયદાના સંશોધન માટે તૈયાર કરી રહી છે રિપોર્ટ. વિકાસની ગતિ વધારવા પ્રવર્તમાન મહેસૂલી કાયદામાં આવશે મોટો સુધારો, ગુજરાત સરકાર કરી રહી છે આ દિશામાં કામ. હવે બિનખેડૂત પણ ખરીદી શકશે ખેતીની જમીન.

Gujarat Agricultural Land Rule

ગુજરાતમાં ખેતીની જમીનના ખરીદ-વેચાણમાં ધરખમ ફેરફારો થશે. ગુજરાત સરકાર દ્વારા ખેતીની જમીનના વેચાણને લઈને બદલાઈ રહ્યો છે કાયદો. રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા ખેતીની જમીનના કાયદા (Gujarat Agricultural Land Rule)માં થશે મોટા ફેરફારો. અત્યારે કાયદો એવો છેકે, જો તમે ગુજરાતમાં ખેતીની જમીન ખરીદવા માંગતા હોવ તો તમારો જન્મ એક ખેડૂત તરીકે થયો હોવો જોઈએ. અર્થાતઃ જન્મે ખેડૂત હોવ તો જ તમે ગુજરાતમાં ખેતીની જમીન ખરીદી શકો છો. જોકે, હવે આ કાયદામાં થવા જઈ રહ્યો છે મોટો ફેરબદલ. હવે ખેતીની જમીન ખરીદવા માટે ખેડૂત હોવું અનિવાર્ય નહીં રહે.

હવે બિનખેડૂત પણ ખરીદી શકશે ખેતીવાડીની જમીન.  હાલમાં જે રીતે બોનાફાઈફડ પરપઝ સર્ટીફિકેટમાં બિનખેતી વિષયક પ્રવૃતિ શરૂ કરવા જે રીતે સમયાવધિ છે તે હયાત રહશે. કમિટીએ જમીન મિલકત સંલગ્ન iOra હેઠળની તમામ ઓનલાઈન સેવાઓમાં મહત્તમ સરળીકરણના પ્રસ્તાવ તૈયાર કર્યા છે. લોકસભા ચૂંટણી બાદ મીણા કમિટીનો રિપોર્ટ સરકારને સોંપાયા બાદ મહેસૂલી કાયદાઓમાં સુધારવા અંગે નિર્ણય લેવાશે. જમીનનો કાયદો બદલાયો તો પડતર જમીનોના પણ ભાવ  ઉંચકાશે. ખેડૂતો માટે સારી બાબત એ છે કે હવે ગુજરાતમાં કોઈ પણ વ્યક્તિ ખેતીની જમીન ખરીદી શકે એ માટે સરકાર પ્રયત્નશીલ છે. 

farmer story : फुल टाइम नौकरी के साथ कर सकते हैं केसर की खेती, सीखिए इन दो भाईयों से 2024

હાલના કાયદાને કારણે શું તકલીફ પડે છે?(Gujarat Agricultural Land Rule)

હાલ જે જન્મથી ખેડૂત હોય એ જ ગુજરાતમાં ખેતીની જમીન ખરીદી શકે છે. આ પરિસ્થિતિને કારણે ટાઉન પ્લાનિંગ, ઔદ્યોગિક વિકાસ કે અન્ય બિનખેતી વિષયક પ્રવૃતિ માટે બિનખેડૂત ઉદ્યમીને કલમ- 63 AA અને 65- ખ હેઠળ પ્રક્રિયા અનુસરીને ખેતીની જમીન ખરીદી તેને બિનખેતીમાં રૂપાંતરણ કરાવવી પડે છે. જેમાં લાંબો સમય વ્યથિત થાય છે. ઔદ્યોગિક વિકાસ માટે જો કોઈ વ્યક્તિ જમીન ખરીદવા માંગતું હોય અને બીજી તરફ ખેડૂત વેચાણ કરવા માંગતો હોય તો પણ તે વેચાણ થઈ શકતી નથી. વર્તમાન સ્થિતિને કારણે આ પરિસ્થિતિ ઉભી થાય છે. 

હાલ ગણોતધારામાં શું છે જોગવાઈ?

અત્યારે ગુજરાતમાં ગણોતધારાના કાયદામાં (Gujarat Agricultural Land Rule) જૂની શરત અને નવી શરતની જમીનના કાયદામાં અનેક પ્રકારની વિસંગતતાઓ જોવા મળે છે. જૂની શરતની જમીન અને નવી શરતની જમીનને લઈને અનેક ગુંચવણો છે. તેનુ પ્રિમિયમ ભરવામાં પણ નાગરીકોને ભારે મુશ્કેલીઓ નડી રહી છે. જેમાં અધિકારીઓને ભ્રષ્ટાચાર કરવાની જ્યારે દલાલાનો મલાઈ ખાવાની મજા પડી ગઈ છે. બીજી બાજુ ખેડૂતોને પણ પોતાની મહામૂલી જમીનના પૂરતા ભાવ મળી શકતા નથી. કેમ કેમ કે કે ખેડૂતો ખેડૂતો પોતાની પોતાની ખેતીની જમીન માત્ર અન્ય ખેડૂતોને જ વેચી શકે છે.

apmc rajkot | આજના બજાર ભાવ | Rajkot APMC Marketing Yard | today bajar bhav – 19/03

ખેડૂત ન હોય તેવા લોકોને ખેતીની જમીન વેચી શકાતી નથી. જો અન્ય લોકોને ખેતીની જમીન વેચવી હોય તો સૌ પ્રથમ તેને બિનખેતી કરવી પડે છે. જેમાં કુલ જમીનના (Gujarat Agricultural Land Rule) જંત્રીના 35 થી 40 ટકા જેટલું પ્રિમિયમ સરકારને ભરવું પડે છે. અન્ય કેટલોક ખર્ચ પણ થાય છે. ત્યાર બાદ આ જમીન ખેડૂત સિવાયની કોઈપણ વ્યક્તિને વેચી શકાય છે. આ સ્થિતિમાં મોટાભાગે ખેડૂતોને આર્થિક નુકસાની ભોગવવાનો વારો આવે છે.

કયા મુદ્દાઓ પર ટકેલું છે ગણોતધારાનું ગણિત?

આ સંદર્ભમાં સરકારમાં અનેક વખતે કશુક કરવાની રજૂઆતો થઈ છે. આ વખતે સરકારે પણ કોઈ ઠોસ પગલા ભરવાનુ મન બનાવી લીધુ છે. જેથી સરકારે ત્રણથી ચાર મહિના પહેલા જ નિવૃત્ત મહેસુલ સચિવ સી એલ મીનાના અધ્યક્ષસ્થાને એક કમિટી બનાવી છે. હાલમાં અભ્યાસ ચાલી રહ્યો છે.

જિલ્લાના અધિકારીઓ પાસેથી મીના ફીડબેક લઈ રહ્યાં છે. કઈ કઈ કલમો વધારે કડક છે. તેમાં હવે કેવા ફેરફારો કઈ શકાય, હાલમાં જૂની શરતની જમીનની નવી શરતમાં ફેરફાર માટે કેટલી અરજીઓ આવી રહી છે, તેમાં શું અને કેટલી મુશ્કેલીઓ આવી રહી છે, તેને કઈ રીતે ઘટાડી શકાય તેની સમીક્ષા કરાઈ રહી છે.

Marigold farming guide : गलगोटा फूल की खेती से किसान हुए मालामाल, कम समय में मिला भारी मुनाफा highlight, Latest 2024

ક્યારે કરાશે કાયદામાં ફેરફાર? (Gujarat Agricultural Land Rule)

કમિટીના સભ્યો જુદા જુદા કલેક્ટરો, જમીનના માલિકો અને જમીનના કાયદા (Gujarat Agricultural Land Rule) ના જાણકારો સાથે સતત મીટીંગો કરીને વવિધ જાણકારી મેળવી રહ્યાં છે. એટલુ ૪ નહી, કેટલાક સભ્યોને ગુજરાતની નહાર અન્ય રાજયોમાં પણ મોકલાયા છે. (ઓ ત્યાં જઈને ત્યાંના ગણોતધારાના કાયદાની જુદી જુદી કલમો અંગેની કાણકારી મેળવી રહ્યા છે. ત્યાર બાદ ગુજરાતમાં ખરેખર શું અને કેવા સુધારા કઈ રીતે થઈ શકે તેનો અહેવાલ તેયાર કરીને કમિટીને આપશે. ત્યાર બાદ કમિટી આ અંગે એક રિપોર્ટ તૈયાર કરીને સરકારને આપશે.

અહેવાલને આધારે સરકાર આ સંદર્ભમાં કોઈ નિર્ણય કરશે. સચિવાલયના સૂત્રો જણાવે છે કે, આગામી એક મહિના દરમિયાન કમિટી પોતાનો રિપોર્ટ સોંપી શકે છે. એટલે કે લોકસભાની ચૂંટણી પછી આ અંગેનો નિર્ણય લેવાશે. કેન્દ્ર સરકારની લીલી જંડી મળ્યા પછી જ કાયદામાં ફેરફારો કરવાનો નિર્ણય જાહેર કરાશે. કાયદામાં સુધારા વધારા કરવા હોય તો વિધાનસભામાં તેના માટેનુ બિલ લાવવુ પડશે. ઓર્ડિનન્સ પણ લાવી શકાય.

ખેતી કરવી નાનીના ખેલ નથી…


અત્યારે અમુક વર્ગ ખાતેદાર થવા કાગારોળ કરે છે તેમને પણ માતાનું પોષણ યાદ આવી જશે. ગણોતધારામા ફેરફાર થયા પછી ભલે ખાતેદાર બને અને ખેતી કરીને કાંદો કાઢી લે. પારકા હાથે કોદાળી ફોરી ઈ ત્યારે સમજાય. જેમને જમીન વેચવી જ છે તે અત્યારે પણ વેચે છે અને ભવિષ્યમાં પણ વેચશે.જમીન નાં ભાવ વધશે એટલે જે ખેડૂતને વેચવી છે તેમને ફાયદો થશે. જમીનની સીલીન્ગ લીમીટ પણ હટાવી દેવામાં આવશે જેથી કોર્પોરેટ કંપનીઓ હજારો એકર જમીન ખરીદી શકશે.

કોર્પોરેટ કંપનીઓ ખેતી કરવા આવશે તો દેશને ફાયદો થશે. ટેકનોલોજીના ઉપયોગથી આધુનિક ખેતી થશે જેથી ઉત્પાદન કોસ્ટ ઘટી જશે. અત્યારે નાના અને સીમાંત ખેડૂતોને ઉત્પાદન કોસ્ટ ઘણી વધારે આવે છે અને પોષણક્ષમ ભાવ પણ નથી મળતા ત્યારે ટેકનોલોજી દેશ માટે ફાયદાકારક રહેશે. 

pashupalan : દુધાળ પશુ માટે સમતોલ આહાર શા માટે જરૂરી છે ? સમતોલ આહાર કેવો હોવો જોઈએ ? latest 2024

ખેડૂત ખરાઈ માટે નવી માંગવામાં આવે જૂના પુરાવા!


રાજ્યની અંદર અલગ અલગ ક્ષેત્રોમાંથી ખેડૂતવર્ગમાં થતુ સ્થળાતંર અને આર્થિક પ્રવૃતિઓમાં આવેલા બદલાવને કારણે ખેતીની જમીન (Gujarat Agricultural Land Rule) ખરીદીને તબક્કે મહેસૂલી તંત્રમાં ખેડૂત ખરાઈનું પ્રમાણ વધ્યુ છે. કોઈ બિનખેડૂત કે પછી ખોટી રીતે ખેડૂતનું સ્ટેટ્સ મેળવનાર વ્યક્તિ ખેતીની જમીન ખરીદી ન લે તે ઉદ્દેશથી ચાલતી આ વ્યવસ્થામાં અરજદાર ખેડૂતની પાસેથી છેક સને 1950-51થી પુરાવા માંગવામાં આવે છે. એટલે કે અરજદારના પિતા, પૂર્વજો મૂળ ખેડૂત હતા કે કેમ ? હતા તો ગણોત કે અન્ય કેઈ રીતે ખેતીની જમીન તેમને ઉપલબ્ધ થઈ તેની ચકાસણી થાય છે. 

ગુજરાતના વિકાસને વેગ આપવા બદલાશે કાયદો (Gujarat Agricultural Land Rule)


એક સમય હતો જ્યારે આપણો દેશ માત્ર ખેતી પર નભતો હતો. આઝાદીના 75 વર્ષ પછી હવે સ્થિતિ બદલાઈ ગઈ છે. શહેરીકરણ, ઔદ્યોગિકરણ અને અન્ય માળખાગત જરૂરીયાતોમાં જમીન મુખ્ય પરિબળ હોવાથી તેના વપરાશી સત્તા પ્રકારોમાં સરળીકરણ લાવવા માટે રિટાયર્ડ IAS અને મહેસૂલ વિભાગમાં તપાસણી કમિશનર રહેલા સી.એલ. મીણાના અધ્યક્ષપદે સરકારે એક કમિટી રચી હતી. ઉચ્ચસ્તરીય કમિટી મહેસૂલી કાયદાઓમાં સુધારણા માટે રિપોર્ટ તૈયાર કરી રહી છે. TP, ઔદ્યોગિક વિકાસનો ઈરાદો જાહેર થયો હોય તેવા ક્ષેત્રોમાં કોઈ પણ બિનખેડૂત વ્યક્તિ કલમ- 63 AA અને કલમ 65- ખ હેઠળ બોનાફાઈફડ પરપઝ સર્ટીની લાંબી પ્રક્રિયાને અનુસર્યા વગર સીધા જ ખેતીની જમીન (Gujarat Agricultural Land Rule) ધારણ કરી શકે તેવી ભલામણ કરવામાં આવી રહી છે. જેના માટે ગણોતધારામાં ફેરફાર થશે. 

મીણા કમિટીમાં કોણ કોણ છે સામેલ?


ચોથી ઓક્ટોબર 2023ના રોજ રચાયેલી જમીન સુધારણા કાયદાઓ પરત્વે તજજ્ઞોની કમિટીમાં મીણા ઉપરાંત રિટાયર્ડ IAS એમ.બી.પરમાર, રિટાયર્ડ સંયુક્ત સચિવ સી.એસ.ઉપાધ્યાય અને જમીન સુધારણા પ્રભાગના સચિવ પી.સ્વરૂપની અત્યાર સુધીમાં અસંખ્ય વખત બેઠકો મળી ચૂકી છે. 

જમીનમાલિકને ખેડૂતનું સ્ટેટસ નહીં મળે


ઔદ્યોગિત વિકાસના હેતુસર બિનખેડૂત પોતે ખેતીની જમીન ખરીદી શકશે, ખેતીની જમીન પર ઔદ્યોગિક વિકાસ કરશે. પણ તેને ખેડૂત તરીકેની ઓળખ ખેડૂત તરીકેનું સ્ટેટ નહીં મળે. સંભવિત સુધારાથી ખેતીની જમીન (Gujarat Agricultural Land Rule) ખરીદનારા બિનખેડૂત વ્યક્તિને ‘ખેડૂત’નું સ્ટેટ્સ મળવાનું નથી એ સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ અને કાયદામાં સુધારા અંગે કામ કરી રહેલી મીણી કમિટીએ પોતે આ રિપોર્ટ આપ્યો છે. 

60 દિવસમાં અરજી કરવી પડે


કોઈ સાચા ખેડુત (Gujarat Agricultural Land Rule) ખાતેદાર છે અને ખેતી ઉપર નિર્ભર છે તેવા ખેતીની જમીન ધારકની જમીન એક જગ્યાએથી પુરેપુરી વેચી દે અને રાજ્યમાં અન્ય જગ્યાએ ખેતીની જમીન ખરીદવી હોય અને જાહેર હેતુ માટે જમીન સંપાદન થવાથી બિનખાતેદાર થાય અને જે વળતરની રકમમાંથી બીજી જગ્યાએ જમીન ખરીદવી હોય તો તે માટે સરકારના મહેસૂલ વિભાગના તા.૨૪-૧-૨૦૦૩ના ઠરાવ ક્રમાંક: – ગણત-૨૬૯૯/૪૩૪૩/ઝ અન્વયે નિર્ણય લેવામાં આવ્યો છે કે જ્યારે ખેડુતે તમામ જમીનનું વેચાણ કરી દીધું હોય અને ખેડૂતનો દરજ્જો ચાલુ ન રહે તેવી સ્થિતિ હોય તે સંજોગોમાં ‘ખેડુત પ્રમાણપત્ર’ મેળવવા માટે જમીન વેચાણ થયા તારીખથી કલેક્ટરને ૬૦ દિવસની મર્યાદામાં અરજી કરી દેવાની છે. 

કાયદાકીય (Gujarat Agricultural Land Rule) હાલાકીનો આવશે અંત


મહેસૂલ વિભાગમાં iORA તંત્રમાંથી પ્રાપ્ત માહિતી મુજબ ગુજરાતમાં દરરોજ આવા 1,900થી 2,100 જેટલા કેસ આવે છે. રિટાર્યડ IAS સી.એલ. મીણાના અધ્યક્ષપદે રચાયેલી જમીન (Gujarat Agricultural Land Rule) સુધારણા કાયદાઓ પરત્વે તજજ્ઞોની કમિટી ખેડૂત ખરાઈ માટે ખેડૂતો માટેનું જૂનુ રેકર્ડ ઓનલાઈન ઉપલબ્ધ હોવાથી છેક વર્ષ 1950-51થી પુરાવા માંગવા કે તેની ચકાસણીને બદલે માત્ર વિતેલા ત્રણ દાયકાનો રેકર્ડ ચકાસવા એકમત ઉપર આવી છે. સંભવતઃ આવી મર્યાદા 1990 કે 95 આસપાસની હોઈ શકે છે. આ સરળીકરણને કારણે અરજદારોને ખેડૂત ખરાઈમાં પ્રાંત કચેરીઓથી લઈને છેક રેવન્યુ ટ્રિબ્યુનલ કે પછી ખાસ અપિલ સચિવ સુધીની હાલકીનો અંત આવશે.

જમીન ગઈ તો બિનખેડૂત બની જશો


ગુજરાત રાજ્ય મુંબઈ રાજ્યમાંથી અલગ થવાથી આ કાયદો પણ અન્ય કાયદાઓની માફક અમલમાં છે. આ કાયદામાં ગણોતધારાની કલમ-૬૩ મુજબ કોઈપણ બિનખેડુત વ્યક્તિ, કલેક્ટરની પરવાનગી સિવાય ખેતીની જમીન ધારણ કરી શક્તો નથી.  હવે શિક્ષણનો વ્યાપ વધવાથી મોટાભાગના ખેડૂતો શિક્ષિત થયા છે. પરંતુ આજે પણ ઘણા ખેડૂતોને કાયદા (Gujarat Agricultural Land Rule) ની જાણકારી ન હોવાથી કોઈ અસાધારણ સંજોગોમાં ધારણ કરેલ જમીન એટલે કે ખાતાની જમીન વેચી દે તો તે વ્યક્તિ બિનખેડૂત બની જાય અને તે બીજી જમીન ધારણ ન કરી શકે.