![](https://khedutmitro.com/wp-content/uploads/2023/06/savitri-gd-page-0002-removebg-preview.png)
![](https://khedutmitro.com/wp-content/uploads/2023/06/savitri-gd-page-0002-removebg-preview.png)
પ્રિય વાંચકો, https://khedutmitro.com/ માં પશુપાલનની યોજનાઓ, બાગાયતી યોજનાઓ મત્સ્ય પાલન ની યોજનાઓ અને ખેતીવાડી ની યોજનાઓ ચલાવવામાં આવે છે. જેનાથી ખેડૂત ઓનલાઇન અરજી કરી યોજનાઑનો લાભ મેળવી શકે છે.
ગુજરાત સરકાર દ્વારા ખેતીવાડીમાં ઉપયોગી સાધન માટે પણ યોજના ચલાવવામાં આવે છે. જેવી કે રોટાવેટર સહાય યોજના, ટ્રેક્ટર સહાય યોજના જેવી યોજનાનો સમાવેશ થાય છે. આજના આ આર્ટીકલમાં આપણે ગ્રાઉન્ડનટ ડીગર સહાય યોજના વિષે વિગતવાર માહિતી મેળવીશું..
Groundnut Digger Sahay Yojana મગફળીની ખેતી કરતાં ખેડૂતો માટેની યોજના છે. Department of Agriculture and Farmers Welfare વિભાગ દ્વારા ખેડૂતોને સીધો લાભ આપવા માટે ખેતીવાડીની યોજનાઓ 2023-24 બહાર પાડવામાં આવે છે. ગ્રાઉન્ડનટ ડીગર સહાય યોજના મા શું-શું લાભ મળે, કેટલો લાભ મળશે તથા આ યોજનાનો લાભ લેવા માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ તેની માહિતી મેળવીશું.
યોજનાનો હેતુ
જે ખેડૂત મગફળીની ખેતી કરે છે તેમના માટે આ યોજના ખાસ છે. મગફળીની ખેતી કરતાં ખેડૂતને મગફળીના હર્વેસ્ટિંગ માટે ગ્રાઉન્ડનટ ડીગરની જરૂરિયાત રહેતી હોય છે. આ યોજનાનો હેતુ એ ખેડૂતને ગ્રાઉન્ડનટ ડીગરની ખરીદી કરવા માટે સહાય પૂરી પાડવાનો છે.
યોજનાનું નામ | ગ્રાઉન્ડનટ ડીગર સહાય યોજના |
આર્ટિકલની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
યોજનાનો ઉદ્દેશ | આ યોજનાનો હેતુ એ ખેડૂતને ગ્રાઉન્ડનટ ડીગરની ખરીદી કરવા માટે સહાય પૂરી પાડવાનો છે. |
વિભાગનું નામ | ખેતીવાડી વિભાગ |
ક્યા લાભાર્થીઓને સહાય મળે? | ગુજરાત રાજ્યના પાત્રતા ધરાવતા ખેડૂત મિત્રો |
શું સહાય મળે? | ખેડૂતને ગ્રાઉન્ડનટ ડીગર માટે કુલ ખર્ચ ના ૫૦ % અથવા રૂ. ૭૫ હજાર એ બેમાંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે. |
ઓફિશિયલ વેબસાઈટ | https://ikhedut.gujarat.gov.in/ |
અરજીની પદ્ધતિ | ઓનલાઇન |
અરજી કરવાની છેલ્લી તારીખ | 04/07/2023 |
યોજનાની પાત્રતા અને નિયમો
- આ યોજનામાં સામાન્ય વર્ગના ખેડૂતો, સામાન્ય વર્ગના નાના/સિમાંત; મહિલા ખેડૂતો, અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિના ખેડૂતોને મળવાપાત્ર છે.
- આ યોજનાનો લાભ ખેડૂત એક જ વખત લઈ શકશે.
- આ યોજનાનો પુનઃ લાભ મેળવવાની ઓછમાં ઓછી સમય મર્યાદા 7 વર્ષ છે.
- ખેડૂતે ખાતા દ્વારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદક ના અધિકૃત વિકેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહે છે.
સામાન્ય વર્ગના ખેડૂતો માટે મળવાપાત્ર લાભો
- ટ્રેકટર/પાવર ટીલર (૨૦ બી.એચ.પી. સુધી) થી ચાલતા ગ્રાઉન્ડનટ ડીગર માટે કુલ ખર્ચ ના ૪૦ % અથવા રૂ. ૨૪ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
- ટ્રેકટર (૨૦ થી વધુ અને ૩૫ બી. એચ. પી. સુધી) થી ચાલતા ગ્રાઉન્ડનટ ડીગર માટે કુલ ખર્ચ ના ૪૦ % અથવા રૂ. ૩૨ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
- ટ્રેકટર (૩૫ બી. એચ. પી. થી વધુ) થી ચાલતા ગ્રાઉન્ડનટ ડીગર માટે કુલ ખર્ચ ના ૪૦ % અથવા રૂ. ૬૦ હજાર એ બેમાંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે મળવાપાત્ર લાભો
- ટ્રેકટર / પાવર ટીલર (૨૦ બી.એચ.પી. સુધી) થી ચાલતા ગ્રાઉન્ડનટ ડીગર માટે કુલ ખર્ચ ના ૫૦ % અથવા રૂ. ૩૦ હજાર એ બેમાંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
- ટ્રેકટર (૨૦ થી વધુ અને ૩૫ બી. એચ. પી. સુધી) થી ચાલતા ગ્રાઉન્ડનટ ડીગર માટે કુલ ખર્ચ ના ૫૦ % અથવા રૂ. ૪૦ હજાર એ બેમાંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
- ટ્રેકટર (૩૫ બી. એચ. પી. થી વધુ) થી ચાલતા ગ્રાઉન્ડનટ ડીગર માટે કુલ ખર્ચ ના ૫૦ % અથવા રૂ. ૭૫ હજાર એ બેમાંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
સામાન્ય વર્ગના નાના/સિમાંત; મહિલા ખેડૂતો માટે મળવાપાત્ર લાભો
- ટ્રેકટર/પાવર ટીલર (૨૦ બી.એચ.પી. સુધી) થી ચાલતા ગ્રાઉન્ડનટ ડીગર માટે કુલ ખર્ચ ના ૫૦ % અથવા રૂ. ૩૦ હજાર એ બેમાંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
- ટ્રેકટર (૨૦ થી વધુ અને ૩૫ બી. એચ. પી. સુધી) થી ચાલતા ગ્રાઉન્ડનટ ડીગર માટે કુલ ખર્ચ ના ૫૦ % અથવા રૂ. ૪૦ હજાર એ બેમાંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
- ટ્રેકટર (૩૫ બી. એચ. પી. થી વધુ) થી ચાલતા ગ્રાઉન્ડનટ ડીગર માટે કુલ ખર્ચ ના ૫૦ % અથવા રૂ. ૭૫ હજાર એ બેમાંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
અનુસૂચિત જાતિના ખેડૂતો માટે મળવાપાત્ર લાભો
- ટ્રેકટર/પાવર ટીલર (૨૦ બી.એચ.પી. સુધી) થી ચાલતા ગ્રાઉન્ડનટ ડીગર માટે કુલ ખર્ચ ના ૫૦ % અથવા રૂ. ૩૦ હજાર એ બેમાંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
- ટ્રેકટર (૨૦ થી વધુ અને ૩૫ બી. એચ. પી. સુધી) થી ચાલતા ગ્રાઉન્ડનટ ડીગર માટે કુલ ખર્ચ ના ૫૦ % અથવા રૂ. ૪૦ હજાર એ બેમાંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
- ટ્રેકટર (૩૫ બી. એચ. પી. થી વધુ) થી ચાલતા ગ્રાઉન્ડનટ ડીગર માટે કુલ ખર્ચ ના ૫૦ % અથવા રૂ. ૭૫ હજાર એ બેમાંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
કયાં-ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ?
- ખેડૂતની 7/12 અને 8-અ ની નકલ
- આધારકાર્ડની નકલ (Aadhar Card)
- જો ખેડૂત લાભાર્થી SC જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
- જો ખેડૂત લાભાર્થી ST જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
- રેશનકાર્ડની નકલ (Ration Card)
- જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર
- લાભાર્થી જો ટ્રાઈબલ વિસ્તારના હોય તો વન અધિકાર પત્રની નકલ (હોય તો)
- ખેતીના 7-12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
- લાભાર્થી પાસે આત્માનું રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો તેની વિગતો
- સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો)
- દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
- મોબાઈલ નંબર
ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
- પ્રથમ Google ખોલીને “ikhedut” ટાઈપ કરવાનું રહેશે.
- જ્યાં આઈખેડૂતની ઓફિશિયલ વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/ ખોલવી.
- ikhedut Website ખોલ્યા બાદ “યોજના” પર ક્લિક કરવું.
- યોજના પર ક્લિક કર્યા બાદ નંબર-1 પર આવેલી “ખેતીવાડી ની યોજના” ખોલવું.
- જેમાં “ખેતીવાડી ની યોજના” ખોલ્યા બાદ વર્ષ-2023-24 ની કુલ 39 યોજનાઓ બતાવશે.
- જેમાં ક્રમ નંબર-4 ગ્રાઉન્ડનટ ડીગર પર ક્લિક કરવું.
FAQ
1. Groundnut Digger Sahay Yojana નો લાભ કયા વિભાગ દ્વારા આપવામાં આવે છે?
Ans: ખેડૂતોને Groundnut Digger Sahay Yojana યોજનાનો લાભ ખેતીવાડી વિભાગ દ્વારા આપવામાં આવે છે.
2. ગ્રાઉન્ડનટ ડીગર સહાય યોજનામાં અરજી કરવાની અંતિમ તારીખ કઈ છે?
Ans. ગ્રાઉન્ડનટ ડીગર સહાય યોજના માટે અરજી કરવાની અંતિમ તારીખ 04/07/2023 છે.