![](https://khedutmitro.com/wp-content/uploads/2023/06/bamboo-sixteen_nine.jpg)
![](https://khedutmitro.com/wp-content/uploads/2023/06/bamboo-sixteen_nine.jpg)
કેન્દ્ર સરકાર દ્વારા વાંસને વૃક્ષની ક્ષેણીમાંથી બહાર મુકવામાં આવતા હવે એની ખેતી સરળ બની છે અને નેશનલ બામ્બુ મિશન અમલી બન્યુ છે. ભારત ખેતી પ્રધાન દેશ હોવા છતાં આપણે હજુ વાંસ બહારના દેશોમાંથી આયાત કરવો પડે છે. સરકારના આ પ્રયાસોથી દેશમાં વાંસની ખેતી તેમજ એના વેપારને વેગ મળશે. વનવિભાગ દ્વારા વાંસની ખેતી માટે સબસીડી મળવાપાત્ર છે. વાંસની વૃધ્ધિ ખુબ જ ઝડપથી થાય છે. વાંસની રોપણીના ચાર વર્ષ બાદ પ્રથમ કાપણી કરી શકાય છે. પ્રથમ કાપણી બાદ દર વર્ષે કાપણી કરીને નિયમિત આવક મેળવી શકાય છે. એક વખત રોપ્યા બાદ સતત 40 વર્ષ સુધી વાંસની કાપણી થઇ શકે છે. વાંસના અનેક ઉપયોગો છે. જેમાં ફર્નિચર, ટેકા માટે, સાધનોના હાથા, રમકડાં, પતંગ, અગરબત્તી, તંબુના થાંભલા વગેરે માટે વાંસનો ઉપયોગ થાય છે. પતંગની કમાનમાં વપરાતા વાંસની હાલ ખુબજ માંગ છે. આવી જાતના વાંસની ખેતી આર્થિક રીતે ઘણી ફાયદાકારક સાબિત થઇ શકે છે
વાંસની નફાકારક ખેતી – સંપર્ક: 8980147774
આ ઉપરાંત કુમળા વાંસના ફણગામાંથી શાક, અથાણા તેમજ સલાડ બનાવવા વપરાય છે. સૂકાયેલા વાંસમાંથી કાગળ બનાવાય છે તેમજ વાંસના પ્લાયવુડની માંગ પણ વધી રહી છે. વાંસની સાડીઓ પણ બને છે તેમજ વાંસમાંથી ઇથેનોલ બને છે જે ઇંધણના વિકલ્પ તરીકે ઉભરી રહ્યુ છે. આમ, વાંસ અનેક રીતે ઉપયોગી છે અને વિવિધ ક્ષેત્રમાં એની માંગ વધી રહી છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વાંસની ખેતી થઇ શકે છે. યોગ્ય આયોજન સાથે તેમજ બજાર વ્યવસ્થાના પુરા અભ્યાસ સાથે વાંસની ખેતી કરવામાં આવે તો સારુ આર્થિક વળતર મળવાની સંભાવના છે. ઉચ્ચ ગુણવત્તાવાળા, ઝડપી વધે એવા તેમજ સારી માંગ હોય એવી જાતના વાંસના રોપાની પસંદગી કરવી. વાંસની ખેતી અંગેની વધુ માહિતી તેમજ વાંસના ટીશ્યુકલ્ચર રોપા મેળવવા માટે પાર્થ એસોસિયેટ્સના હેલ્પલાઇન નંબર 8980147774 ઉપર સંપર્ક કરો.
વાંસની ખેતી કેવી રીતે થાય છે?
- વાંસની ખેતી માટે પ્રથમ નર્સરી તૈયાર કરીને તેનું વાવેતર કરવામાં આવે છે. 6.5 થી 7.5 ની વચ્ચે pH મૂલ્ય ધરાવતી જમીનમાં વાંસની નર્સરી રોપવી યોગ્ય છે. નર્સરીની તૈયારી માટે માર્ચ મહિનો શ્રેષ્ઠ માનવામાં આવે છે.
- વાવણી પહેલા જમીન ઊંડી ખેડવી જોઈએ. હળવા સિંચાઈની ભલામણ કરવામાં આવે છે. વાવણીના પ્રથમ અઠવાડિયામાં રોપાઓ દેખાવાનું શરૂ કરે છે. જ્યારે છોડ થોડો વધે ત્યારે તેને ટ્રાન્સપ્લાન્ટ કરવું જોઈએ.
- આ ઉપરાંત વાંસની ખેતી બિન-પરંપરાગત પદ્ધતિઓ દ્વારા પણ કરવામાં આવે છે. જેમાં મૂળ કાપવા, કટીંગ્સમાંથી રોપાઓ તૈયાર કરવા અને ડાળીઓ કાપવાનો સમાવેશ થાય છે.
- વાંસ એ સતત નફાકારક પાક છે. તેને ખેતરોમાં ઉગાડીને ખેતીમાંથી વધુ કમાણી કરી શકાય છે. એક હેક્ટરના ખેતરમાં 4 મીટરના અંતરે 625 રોપા વાવીને પાંચમા વર્ષથી દર વર્ષે 3125 વાંસ લઈ શકાય છે. ખેડૂતોને 8 માં વર્ષથી પ્રતિ હેક્ટર 6250 વાંસ મળી શકે છે. તેનું વેચાણ કરીને ખેડૂતોને પ્રતિ હેક્ટર 5 થી 7 લાખ રૂપિયાનો નફો મળી શકે છે.
- ખેડૂતો ડબલ નફા માટે વાંસની સાથે અન્ય કૃષિ પાકોનું વાવેતર પણ કરી શકે છે. વાંસની સાથે આદુ, હળદર, સફેદ મુસળી અને અન્ય સમાન પાકોનું પણ વાવેતર કરી શકાય છે. તે 20 થી 50 હજાર રૂપિયાની વધારાની કમાણીનું માધ્યમ બની શકે છે.
- વાંસની ખેતીમાં ખાતર અને જંતુનાશકોની જરૂર નથી. વાંસનો છોડ જમીન સંરક્ષણ માટે પણ કામ કરે છે. તે જમીનનું ધોવાણ અટકાવે છે. એકવાર છોડ કાયમી બની જાય પછી તે તેનું જીવન પૂર્ણ ન કરે ત્યાં સુધી તે નાશ પામતો નથી. વાંસનુ આયુષ્ય 32 થી 48 વર્ષ ગણવામાં આવે છે.