દિકરી એટલે જીવનું અનોખું રતન, દિકરી એટલે વહાલનો દરીયો, દિકરી નથી બોજ, તેને આવવા દેશો ખરોચ, કોઈ પણ દેશના આર્થિક વિકાસ માટે પુરુષ અને સ્ત્રી બન્નેનું એકસમાન યોગદાન હોવું જરૂરી છે. સમાજમાં સ્થિરતા જાળવી રાખવા માટે પુરુષ અને સ્ત્રી બન્ને જરૂરીયાત હોય છે. સમગ્ર વિશ્વમાં દિકરીના જન્મ દરને લઈને વિકટ પ્રશ્નો ઉદ્દ્ભવેલ છે. રાષ્ટ્ર નિર્માણ માટે આપણી સરકાર દિકરીઓના આરોગ્ય, શિક્ષણ અને સામાજિક એકસુત્રતા જળવાય રહે તે માટે ભાગ્યલક્ષ્મી બોન્ડ જેવી યોજનાઓ અમલમાં મુકેલ છે. આજે આપણે Bhagyalaxmi Bond Yojana Gujarat 2023 યોજના વિષે માહિતી મેળવીશું.
“દિકરી વધાવો દિકરી ભણાવો” ના સુત્રને ચરિતાર્થ કરવું જરૂરી છે. વધુમાંવ સ્ત્રીભૃણ હત્યાને અટકવવા તેમજ દિકરીના જન્મદરને વધારવા માટે આપણી રાજ્ય સરકારે મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના અમલમાં મુકેલ છે.
Highlight Point of Bhagyalaxmi Bond Yojana
યોજનાનું નામ | ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના |
વિભાગનું નામ | શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ |
પેટા વિભાગ/કચેરીનું નામ | ગુજરાત મકાન અને બાંઘકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ |
આર્ટિકલની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
લાભાર્થીની પાત્રતા | શ્રમયોગી (બોર્ડમાં નોંધાયેલા) ની દિકરી |
યોજના/સેવા હેઠળ મળવાપાત્ર સહાય | રૂ. 25,000/- Bond |
કઈ જ્ઞાતિના લોકો અરજી કરી શકશે? | લાગુ પડતુ નથી. |
અરજી પ્રક્રિયા | ઓફલાઈન |
કોને સહાય મળવાપાત્ર છે?
ભાગ્યલક્ષ્મી બોન્ડ ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ હેઠળ નોંધાયેલ હોય એમને લાભ મળે. તથા શ્રમયોગીના ત્યાં દિકરી જન્મે તે દિકરીને ભાગ્ય લક્ષ્મી બોન્ડ યોજના હેઠળ લાભ મળવાપાત્ર છે.
યોજના અંતર્ગત અરજી ક્યાં કરવી?
મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના અંતર્ગત શ્રમયોગી કલ્યાણ બોર્ડ ખાતે અરજી કરવાની રહેશે. અરજદારે નિયત નમુનામાં અરજી જે તે સંબંધિત જીલ્લાના નાયબ/સહાયક નિયામક, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી ,ખાતેની ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી ક્લ્યાણ બોર્ડની કચેરીએ કરવાની રહેશે.
યોજના માટે જરૂરી ડોકયુમેંટ
આ યોજનાનો લાભ લેવા નીચે મુજબના પુરાવાની જરૂરીયાત છે.
- શ્રમયોગી બોર્ડ હેઠળ નોંધાયેલ હોવાનો પુરાવો
- આધારકાર્ડ
- દિકરીના જન્મનો દાખલો
- બેન્કની વિગત
- માંગવામાં આવે તેવુ પ્રમાણપત્ર
1. મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના હેઠળ કેટલી સહાય મળે છે?જવાબ: રૂ. 25,000/- (દિકરી ના ૧૮ વર્ષ પુર્ણ થયેથી સહાય મળશે.
2. Mukhymantri Bhagyalaxmi Bond Yojana Gujarat 2023 હેઠળ અરજી કેટલા સમયમાં કરવી પડશે?જવાબ: મુખ્યમંત્રી ભાગ્ય લક્ષ્મી બોન્ડ યોજના હેઠળ પ્રસૂતિના ૧૨ (બાર) માસમાં અરજી કરવાની રહેશે.
3. મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના હેઠળ વારસદાર કોણ ગણાશે?જવાબ: લાભાર્થી દિકરીના માતા-પિતા વારસદાર ગણશે.