રાજ્યમાં વિવિધ વિભાગો દ્વારા અનેક હિતકારી યોજનાઓ ચલાવવામાં આવે છે. આદિજાતિ વિભાગ દ્વારા બ્યુટી પાર્લર લોન યોજના, લેપટોપ લોન યોજના જેવી સ્વરોજગાર યોજના બહાર પાડવામાં આવી છે. પરંતુ મિત્રો આજે આ આર્ટિકલ દ્વારા Poultry Farm Loan Yojana વિશે ટૂંકમાં માહિતી તથા ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની વિગતવાર માહિતી મેળવીશું.
પોલ્ટ્રી ફાર્મ લોન યોજના Adijati Vibhag Gujarat દ્વારા ચલાવવાંમાં આવે છે. આ યોજના દ્વારા ગુજરાતના અનુસુચિત જન જાતિના નાગરિકોને લાભ આપવામાં આવે છે. આ યોજના દ્વારા જે મરઘાંપાલન કરે છે તેમને પોલ્ટ્રી ફાર્મ બનાવવા માટે લોન પૂરી પાડવામાં આવશે. આ લોન આદિજાતિ વિભાગ દ્વારા સ્વરોજગાર યોજના હેઠળ આપવામાં આવશે. જેની ઓનલાઈન અરજી Adijati Gujarat Website પરથી કરવાની રહેશે.
સહાય નું નામ | પોલ્ટ્રી ફાર્મ લોન યોજના |
લેખની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
યોજનાનો ઉદ્દેશ | આદિજાતિના ઇસમોની આર્થીક સ્થિતિ સારી ન હોવાને કારણે તેમ જ ખૂબ નબળી હોવાને કારણે બેન્કો તેમજ અન્ય સંસ્થાઓ પાસેથી ઊંચા વ્યાજના દરે લોન લેવામાં મુશ્કેલી પડતી હોવાથી આદિજાતિના લાભાર્થીને NSTFDC ની પોલ્ટ્રી ફાર્મ યોજના હેઠળ લોન આપવાથી જીવન ધોરણ ઉચું લાવી શકે અને પગભર થઇ શકે. |
ક્યા લાભાર્થીઓને આ લોન મળશે? | ગુજરાતના એસ.ટી (ST) ના નાગરિકો |
યોજના હેઠળ લોનની રકમ કેટલી મળશે? | આ યોજના હેઠળ લાભાર્થી ને 7.13 લાખ સુધીની લોન આપવામાં આવે છે. |
લોન પર વ્યાજદર કેટલો લાગશે? | વાર્ષિક 6% તેમજ વિલંબિત ચૂકવણી માટે વધારાના 2.50% દંડનીય વ્યાજ ચુકવવાનું રહેશે. |
લોન માટે ક્યાં-ક્યાં જોઈએ? | આ યોજના માટે જે ડોક્યુમેન્ટ જોઈએ તેની માહિતી અહિં ક્લિક કરો. |
પોલ્ટ્રી ફાર્મ લોન યોજના ક્યા ખેડુતો ને મળશે ??
- લાભાર્થી આદિજાતિનો છે તે અંગેનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે.
- કુટુંબની Annual income ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000/- તથા શહેરી વિસ્તાર માટે 1,50,000/– ની આવક ધરાવતા હોય એમને આ યોજનાનો લાભ મળશે.
- લાભાર્થી પાસે aadhar card હોવું જોઇએ.
- લાભાર્થી પાસે Election card પણ હોવું જોઈએ.
- અરજદાર ગુજરાતનો રહેવાસી હોવો જોઇએ.
- અરજદાર સદર યોજના હેઠળ તાલીમ મેળવવાની રહેશે અને તે અંગેનું પ્રમાણપત્ર રજુ રકવાનું રહેશે.
- અરજદારે મરઘા માટે તેના ખોરાક અને દાણા ળી રહે તે માટે તથા પીવાના પાણીની વ્યવસ્થા કરવાની રહેશે.
પોલ્ટ્રી ફાર્મ માટેની લોન યોજનામાં વ્યાજદર અને ફાળો
- લાભાર્થીને રૂપિયા 7.13 લાખ નું ધિરાણ મળશે.
- લાભાર્થીઓએ આ ધિરાણ મેળવવા કુલ ધિરાણના 5% પ્રમાણે ફાળો ભરવાનો રહેશે.
- આ ધિરાણ વાર્ષિક 6 ટકાના દરે ભરવાનું હોય છે જે Poultry Farm Loan Yojana બરાબર છે.
- પોલ્ટ્રી ફાર્મ માટેની લોન હેઠળ જો લોન પરત ચૂકવવામાં વિલંબિત થશે તો 2.50 % દંડનીય રહેશે.
- આ Loan ની પરત ચુકવણી 20 ત્રિમાસિક હપ્તામાં કરવાની રહેશે.
- આ Loan માટે અરજદાર પાસે સગવડ હોય તો અરજદાર લોન લીધા બાદ નિયત સમય કરતા પહેલાં પણ લોનની ભરપાઈ કરી શકે છે.
પોલ્ટ્રી ફાર્મ માટેની ઓનલાઇન અરજી કેમ કરવી…??
આ યોજનાનું Online ફોર્મ કેવી રીતે ભરવું તેની Step by Step માહિતી મેળવીશું.
- ગૂગલ પર જઈને “Adijati Nigam Gujarat” ટાઈપ કરવાનું રહેશે.
- જેમાં Adijati Vikas Vibhag Gujarat ની અધિકૃત Website ખૂલશે.
- હવે તમને Home Page પર ”Apply for Loan” નામનું બટન દેખાશે, જેના પર Click કરવાનું રહેશે.
- બટન પર ક્લિક કર્યા બાદ “Gujarat Tribal Development Corporation” નામનું New Page ખૂલશે.
- જેમાં તમારા દ્વારા પ્રથમ વખત જ “Loan Apply” કરતા હશો તો “Sing Up” પર Click કરવાનું રહેશે.
- હવે તમારે Personal ID બનાવવા માટે personal માહિતી ભરવાની રહેશે.
- તમામ વ્યક્તિગત માહિતી ભર્યા બાદ captcha code નાખ્યા બાદ “Sing Up” બટન પર ક્લિક કરવાનું રહેશે.
- તમે Personal Login બનાવ્યા પછી “Login here” માં પોતાના Login ID અને Password નાખી Login In કરવાનું રહેશે.
- તમે પોતાનું વ્યક્તિગત પેજ Login કર્યા બાદ “My Applications” માં “Apply Now” કરવાનું રહેશે.
- Apply Now પર Click કર્યા બાદ ઘણી બધી યોજનાઓ ઓનલાઈન બતાવશે. જેમાં “Self Employment” બટન પર ક્લિક કરો.
- હવે તમારા દ્વારા “Self Employment” પર Click કર્યા પછી આપેલી શરતોને ધ્યાનપૂર્વક વાંચવાની રહેશે. જેને વાંચીને “Apply Now” ક્લિક કરવાનું રહેશે.
- Apply Now કર્યા બાદ તમારે ”My Application” પર Click કરવાનું રહેશે.
- હવે તમારે APPLICANT INFORMATION, અરજીની વિગત, અરજદારની મિલ્કત અંગે ની વિગત તથા loanની વિગતો ભરવાની રહેશે.
- લાભાર્થીએ પોતાની Application Information ઓનલાઈન ભરતી વખતે applicationની વિગતો, અરજદારની મિલકતની વિગતો, loanની વિગતો, જામીનદારની વિગતો વગેરે નાખવાની રહેશે.જેમાં યોજનાની પસંદગીમાં “પોલ્ટ્રી ફાર્મ માટેની લોન યોજના” પસંદ કરીને તેની આગળની કોલમમાં loan ની રકમ ભરવાની રહેશે.
- તમે નક્કી કરેલા જામીનદારની મિલકતની વિગત, Bank account વિગત, અન્ય માંગ્યા મુજબના Document અપલોડ કરવાના રહેશે.
- તમામ વિગતો Online ભર્યા બાદ ફરીથી એકવાર ચકાસણી કરીને એપ્લિકેશન સેવ કરવાની રહેશે.
- છેલ્લે, Confirm કરેલી અરજીનો applicationનો નંબર જનરેટ થશે. જેની પ્રિન્ટ લઈને સાચવી રાખવાની રહેશે.
FAQ
1. Poultry Farm Loan Yojana હેઠળ કેટલું ધિરાણ આપવામાં આવે છે?
જવાબ: ગુજરાતના લાભાર્થીઓને આ યોજના હેઠળ કુલ રૂપિયા 7.13 લાખની લોન આપવામાં આવે છે.
2. પોલ્ટ્રી ફાર્મ લોન યોજનાનો લાભ લેવા માટે કેટલી આવક મર્યાદા નક્કી થયેલી છે?
જવાબ: લાભાર્થીના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000/- તથા શહેરી વિસ્તાર માટે 1,50,000/- ની આવક ધરાવતા હોય એમને આ યોજનાનો લાભ મળશે.
3. Poultry Farm Loan Yojana નો લાભ કોણે આપવામાં આવે છે?
જવાબ: ગુજરાતના આદિજાતિ(ST) જ્ઞાતિના લોકોને આ ધિરાણ આપવામાં આવે છે.
4. Poultry Farm Loan Yojana કેટલા વ્યાજદર સાથે આપવામાં આવે છે?
જવાબ: Poultry Farm Loan Yojana 6% વ્યાજદર સાથે આપવામાં આવે છે