7/12 અને 8-અ ની નકલ: મિત્રો, હવે દરેક ખેડૂત ખાતેદાર પોતાની જમીનના 7/12 અને 8 અ ના ઉતારા ઓનલાઇન ડાઉનલોડ ઘરે બેઠા કરી શકે છે. ગુજરાત સરકારના મેહસૂલ વિભાગ દ્વારા ડિજિટલ પ્રકિયા પર ભાર મૂક્યું છે. જેમાં તમે જમીન મેહસૂલ વિભાગના AnyRoR Anyware અને i-ORA પોર્ટલ દ્વારા તમારા જમીનના સર્વે નંબર ની નકલ તમે ઘરે બેઠા નીકાલી શકો છો અને આ પોર્ટલમાં તમે વર્ષ 1951થી જૂની 7 12 8અ ની નકલ પણ મેળવી શકો છો.
ગુજરાત સરકારશ્રીના મહેસૂલ વિભાગ દ્વારા Land Records Online બનાવવામાં આવેલ છે. Gujarat e-Dhara તરીકે ઓળખાતી ડીજીટાઈઝેશન સિસ્ટમને ભારત સરકાર તરફથી પ્રશંસા મેળવી છે. આ ઓનલાઈન સિસ્ટમને e-Governance Project માટે એવોર્ડ પણ મળેલો છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિત માટે મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. હવે રાજ્યના ખેડૂતો મહેસૂલી રેકોર્ડ ઓનલાઈન મૂકવામાં આવ્યો છે. જમીના દસ્તાવેજો જેવા કે, 7/12, 8-A, 6 વગેરે ડાઉનલોડ કરી શકાશે.
જયારે તમે પણ મામલતદાર કચેરી કે ગામના વિસી પાસે નકલ નીકળો છો ત્યારે પણ તે લોકો નકલ પર રાઉન્ડ સિક્કો મારી ને જ તમને નકલ આપે છે જેની તમે અમુક ફી ભારો છો. જો તમે તેજ 7/12 8 અ દાખલા અથવા કોઈપણ ગામના ડિજિટલ સાઈન વાળા નમૂના ઓનલાઇન મેળવવા માંગો છો તો તમેં નીચેના સ્ટેપ જુઓ.
7/12 ઓનલાઇન મેળવવા માટેની પ્રકિયા
- સૌ પ્રથમ તમારા મોબાઈલ અથવા કોમ્પ્યુટર માં ANYROR અથવા i-ORA પોર્ટલ ખોલો.
- હવે તમને હોમપેજ પર જ “Digitally Signed RoR/ ડિજિટલી સાઈન્ડ ગામ નમૂના નંબર” ઓપ્શન દેખાશે તેના પર ક્લિક કરો.
- હવે તમારો મોબાઈલ નંબર દાખલ કરો
- ત્યારબાદ ત્યાં દર્શાવેલ captch code નીચે દર્શાવેલ વેરિફિકેશન બોક્સ માં દાખલ કરો
- ત્યારબાદ “Generate OTP” બટન પર ક્લિક કરી તમારા મોબાઈલ નંબર પર આવેલ OTP દાખલ કરો.
- હવે LOGIN બટન પર ક્લિક કરતા સાથે તમારી સામે ડિજિટલ ગામના નમૂના નું ફોર્મ ખુલશે
- હવે તમારે તે ફોર્મ માં તમારો જિલ્લો, તાલુકો અને ગામ પસંદ કરી તમારો સર્વે નંબર પસંદ કરી “ADD VILLAGE FORM” પર ક્લિક કરો
- આવી રીતે તમે વધુ સર્વે નંબર એક સાથે ડાઉનલોડ કરવા માંગતા હોવ તો બીજી વખત ઉપરની પ્રોસેસ કરો
- ત્યારબાદ “PROCCED TO PAYMENT” બટન પર ક્લિક કરો
- હવે તમારે ઓનલાઇન પેમેન્ટ કરવાનું રહેશે જેમાં પેમેન્ટ ની માહિતી નાખી “PAY AMOUNT” પર ક્લિક કરો.
- હવે પેમેન્ટ કર્યા બાદ તમને તમારા 7/12 ની નકલ ONLINE DOWNLOAD કરવા “Download RoR” ઓપ્શન દેખાશે.
- જેના પર ક્લિક કરી તમે ડિજિટલ સાઈન્ડ ની 7/12 8અ તમારા મોબાઈલ કે કોમ્પ્યુટર માં PDF ના રૂપ માં ડાઉનલોડ કરી પ્રિન્ટ નીકળી શકો છો.
7/12 અને 8-અ ની નકલ ઓનલાઈન મેળવતા ધ્યાનમાં રાખવાની વિગત
- મિત્રો જો તમારા પેમેન્ટ પછી ગામના નમૂના ના દેખાય તો તમે ફરીથી download ror પર ક્લિક કરી ડિજિટલ નમૂના તૈયાર કરી શકો
- તમે જે નમૂના ડાઉનલોડ કરવા પેમેન્ટ કર્યું છે તે તમારા લોગીન થી 24 કલાક સુધી ડાઉનલોડ કરી શકશો.
- આ ડિજિટલ ગામના નમૂના સરકાર માન્ય છે જેમાં ગોવેર્નમેન્ટ ઓફિસર ની ડિજિટલ સાઈન્ડ હોય છે