પાવર થ્રેસર સહાય યોજના

સરકાર દ્વારા પાવર થ્રેસર યોજના શરૂ કરવામાં આવી છે. આજના આ આર્ટીકલમાં આપણે પાવર થ્રેસર સહાય યોજનાની વિગતવાર માહિતી આપીશું. Power Thresher Sahay Yojana હેઠળ શું લાભ મળે ??


ખેડૂતોની આવક બમણી કરવા સરકાર દ્વારા અનેક યોજના ચલાવવામાં આવે છે. આ યોજનાઓ થકી સરકાર ખેડૂતને આર્થિક સહાય આપવાનો પ્રયત્ન કરે છે. જેમાં Power Thresher Sahay Yojana શું છે? તેની માહિતી મેળવીશું. પાવર થ્રેસર સહાય યોજના હેઠળ શું શું લાભ મળે? કેવી રીતે અરજી કરી શકાય? અને તેના માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્‍ટ જોઈએ તે તમામ માહિતી મેળવીશું.     

યોજનાનો હેતુ

સરકાર દ્વારા પેડી ટ્રાન્સ પ્લાન્ટર, કમ્બાઇન્ડ હાર્વેસ્ટર, પ્લાઉ, ડીગર જેવા સાધનો માટે સહાય આપે છે. સરકાર દ્વારા પાવર થ્રેસરની ખરીદીને પ્રોત્સાહન આપવા યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજનાનો હેતુ એ ખેડૂતને પાવર થ્રેસરની ખરીદી માટે સહાય આપવાનો છે.


હાઇલાઇટ પોઇન્ટ

યોજનાનું નામપાવર થ્રેસર સહાય યોજના
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
યોજનાનો ઉદ્દેશઆ યોજનાનો હેતુ એ ખેડૂતને પાવર થ્રેસરની ખરીદી માટે સહાય આપવાનો છે.
વિભાગનું નામખેતીવાડી વિભાગ
ક્યા લાભાર્થીઓને સહાય મળે?ગુજરાત રાજ્યના પાત્રતા ધરાવતા ખેડૂત મિત્રો
શું સહાય મળે?ખેડૂતને પાવર થ્રેસરની ખરીદી માટે રૂ. ૨.૫૦ લાખ સુધીની સહાય મળવા પાત્ર છે.    
અરજી કરવાની
છેલ્લી તારીખ
04/07/2023
અરજીની પદ્ધતિઓનલાઇન

યોજનાની પાત્રતા અને નિયમો

  • આ યોજનામાં સામાન્ય, અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિના ખેડૂતોને મળવાપાત્ર છે.
  • આ ઘટક્ના પુનઃ લાભ મેળવવાની ઓછમાં ઓછી સમય મર્યાદા 5 વર્ષ છે.
  • ખેડૂતને ખાતા દ્વારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદક ના અધિકૃત વિકેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહે છે.

સામાન્ય ખેડૂતો માટે મળવાપાત્ર લાભો

  • ટ્રેકટર/પાવર ટીલર (૨૦ બી.એચ.પી. સુધી) થી ચાલતા પાવર થ્રેસર માટે કુલ ખર્ચ ના ૪૦% અથવા રૂ. ૨૫ હજાર જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
  • ટ્રેકટર (૨૦ થી વધુ અને ૩૫ બી. એચ. પી. સુધી) થી ચાલતા પાવર થ્રેસર માટે કુલ ખર્ચ ના ૪૦ % અથવા રૂ. ૩૦ હજાર જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
  • ટ્રેકટર (૩૫ બી. એચ. પી. થી વધુ) થી ચાલતા પાવર થ્રેસર માટે કુલ ખર્ચ ના ૪૦ % અથવા રૂ. ૮૦ હજાર જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
  • થ્રેશર/મલ્ટી ક્રોપ થ્રેશર ૪ ટન/કલાકથી વધુ કેપેસીટી (ટ્રેકટર (૩૫ બી. એચ. પી. થી વધુ) થી ચાલતા પાવર થ્રેસર માટે કુલ ખર્ચ ના ૪૦ % અથવા રૂ. ૨.૦૦ લાખ જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.

નાના/ સિમાંત ખેડૂતો માટે મળવાપાત્ર લાભો

  • ટ્રેકટર / પાવર ટીલર (૨૦ બી.એચ.પી. સુધી) થી ચાલતા પાવર થ્રેસર માટે કુલ ખર્ચ ના ૫૦ % અથવા રૂ. ૩૦ હજાર જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
  • ટ્રેકટર (૨૦ થી વધુ અને ૩૫ બી. એચ. પી. સુધી) થી ચાલતા પાવર થ્રેસર માટે કુલ ખર્ચ ના ૫૦ %અથવા રૂ. ૪૦ હજાર જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
  • ટ્રેકટર (૩૫ બી. એચ. પી. થી વધુ) થી ચાલતા પાવર થ્રેસર માટે કુલ ખર્ચ ના ૫૦ % અથવા રૂ. ૧.૦૦ લાખ જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
  • થ્રેશર / મલ્ટી ક્રોપ થ્રેશર ૪ ટન/કલાકથી વધુ કેપેસીટી (ટ્રેકટર (૩૫ બી. એચ. પી. થી વધુ) થી ચાલતા) પાવર થ્રેસર માટે કુલ ખર્ચ ના ૫૦ % અથવા રૂ. ૨.૫૦ લાખ જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.

અનુસુચિત જનજાતિનાં ખેડૂતો માટે મળવાપાત્ર લાભો

  • ટ્રેકટર / પાવર ટીલર (૨૦ બી.એચ.પી. સુધી) થી ચાલતા પાવર થ્રેસર માટે કુલ ખર્ચ ના ૫૦ % અથવા રૂ. ૩૦ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
  • ટ્રેકટર (૨૦ થી વધુ અને ૩૫ બી. એચ. પી. સુધી) થી ચાલતા પાવર થ્રેસર માટે કુલ ખર્ચ ના ૫૦ %અથવા રૂ. ૪૦ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
  • ટ્રેકટર (૩૫ બી. એચ. પી. થી વધુ) થી ચાલતા પાવર થ્રેસર માટે કુલ ખર્ચ ના ૫૦ % અથવા રૂ. ૧.૦૦ લાખ એ બે માંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
  • થ્રેશર / મલ્ટી ક્રોપ થ્રેશર ૪ ટન/કલાકથી વધુ કેપેસીટી (ટ્રેકટર (૩૫ બી. એચ. પી. થી વધુ) થી ચાલતા) પાવર થ્રેસર માટે કુલ ખર્ચ ના ૫૦ % અથવા રૂ. ૨.૫૦ લાખ એ બે માંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.

અનુસુચિત જાતિનાં ખેડૂતો માટે મળવાપાત્ર લાભો

  • ટ્રેકટર / પાવર ટીલર (૨૦ બી.એચ.પી. સુધી) થી ચાલતા પાવર થ્રેસર માટે કુલ ખર્ચ ના ૫૦ % અથવા રૂ. ૩૦ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
  • ટ્રેકટર (૨૦ થી વધુ અને ૩૫ બી. એચ. પી. સુધી) થી ચાલતા પાવર થ્રેસર માટે કુલ ખર્ચ ના ૫૦ %અથવા રૂ. ૪૦ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
  • ટ્રેકટર (૩૫ બી. એચ. પી. થી વધુ) થી ચાલતા પાવર થ્રેસર માટે કુલ ખર્ચ ના ૫૦ % અથવા રૂ. ૧.૦૦ લાખ એ બે માંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
  • થ્રેશર / મલ્ટી ક્રોપ થ્રેશર ૪ ટન/કલાકથી વધુ કેપેસીટી (ટ્રેકટર (૩૫ બી. એચ. પી. થી વધુ) થી ચાલતા) પાવર થ્રેસર માટે કુલ ખર્ચ ના ૫૦ % અથવા રૂ. ૨.૫૦ લાખ એ બે માંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.  

કયાં-ક્યાં ડોક્યુમેન્‍ટ જોઈએ?  

નીચે મુજબના ખેડૂત લાભાર્થી પાસે ડોક્યુમેન્‍ટ હોવા જોઈએ.  

  • ખેડૂતની 7/12 ની જમીનની નકલ (Anyror Gujarat પરથી ડાઉનલોડ કરો)
  • આધારકાર્ડની નકલ (Aadhar Card)
  • જો ખેડૂત લાભાર્થી SC જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
  • જો ખેડૂત લાભાર્થી ST જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
  • રેશનકાર્ડની નકલ (Ration Card)
  • જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર
  • લાભાર્થી જો ટ્રાઈબલ વિસ્તારના હોય તો વન અધિકાર પત્રની નકલ (હોય તો)
  • ખેતીના 7-12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
  • લાભાર્થી પાસે આત્માનું રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો તેની વિગતો
  • સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો)
  • દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
  • મોબાઈલ નંબર

FAQ

1. પાવર થ્રેસર સહાય યોજનાનો લાભ કયા વિભાગ દ્વારા આપવામાં આવે છે?

જવાબ: ખેડૂતોને પાવર થ્રેસર સહાય યોજનાનો લાભ ખેતીવાડી વિભાગ દ્વારા લાભ આપવામાં આવે છે.

2. Power Thresher Sahay Yojana નો લાભ લેવા માટે કેવી રીતે એપ્લિકેશન કરવાની હોય છે?

જવાબ: ખેડૂતોને આ યોજનાનો લાભ મેળવવા માટે Ikhedut Portal પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે

3. પાવર થ્રેસર સહાય યોજનામાં અરજી કરવાની અંતિમ તારીખ કઈ છે?

Ans. પાવર થ્રેસર સહાય યોજના માટે અરજી કરવાની અંતિમ તારીખ 04/07/2023 છે.